મોબાઈલનો કાયમ ઉપયોગ? આંખોની સાચવણી થઇ શકે છે.
આપણા જીવનનો કોઈ પણ દિવસ મોબાઈલના ઉપયોગ વગર પસાર થાય એ લગભગ અશક્ય છે એમ કહી શકાય. અલબત્ત, મોટા ભાગના લોકોને સાંજ પછી જ સમય મળતો હોવાથી રાત્રીના સમયે ચેટિંગ, ઓનલાઇન રીડિંગ, ગેમ અથવા અમસ્તા જ સર્ફિંગ કરવા માટે મોબાઈલ ફોન વપરાય છે.
આ સમય દરમિયાન આપણે આપણી આંખોની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. આપણા મોબાઇલફોનની brightness આપણી આંખોને ખુબજ નુકસાન કરી શકે છે.
Low brightness રાખવા છતાં પણ યોગ્ય રીતે brightness ઓછી થતી નથી. આવા સંજોગોમાં આંખોની યોગ્ય સંભાળ માટે brightness નું સ્તર સાવ જ ઓછું હોવું જરૂરી બની જાય છે. આ માટે એપ્લિકેશન ઉપલબ્ધ છે.
Night Mode:
- આ એપ્લિકેશન દ્વારા ફોનની ઓછામાં ઓછી brightness કરતા પણ ઓછી brightness કરી શકાય છે.
- આસાનીથી brightness manage કરો.
- અહીં brightness માં ચોખ્ખો તફાવત જોઈ શકાય છે.
આમ, આ એપ્લિકેશન દ્વારા રાતના સમયે ફોનનો ઉપયોગ કરતી વખતે આંખોની સંભાળ રાખી શકાય છે.