૭ મુખ્ય ઓયો રૂમ્સ વિષે જાણવા જેવી બાબતો

Why OYO is Growing Rapidly

ભારતનાં ઑયો રૂમ્સ નામના સ્ટાર્ટઅપ થી હવે કોઈ અજાણ નથી. આજે આપણે આ બિલિયન ડોલર ઓયો રૂમ્સ કઈ રીતે આ મુકામ પર પહોંચ્યું તે જોઈએ.

વર્ષ ૨૦૧૩ માં રિતેશ અગરવાલ નામના વ્યક્તિએ માત્ર ૧૮ વર્ષની વયે ઓયો રૂમ્સ ની સ્થાપના કરી હતી. OYO રૂમ્સ નો મુખ્ય હેતુ નોન – બ્રાન્ડેડ કે ઓછી જાણીતી હોટેલ્સ માં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડવાનો હતો.

મુખ્ય મુદ્દા પર આવીએ તે પહેલા ઑય્યો રૂમ્સ શું અને કઈ રીતે કામ કરે છે તેની માહિતી મેળવવી જરૂરી છે.

આ કંપની સૌથી પહેલા સારા સારા સ્થળોએ આવેલી હોટેલ્સ જુએ છે. તેના માલિકને ૫ થી ૧૦ રૂમ્સ (અથવા જેટલા પણ શક્ય હોય તેટલા) OYO રૂમ્સ ને આપવા માટે પ્રસ્તાવ મૂકે છે. અને આ રીતે નાના પાયે ચાલતી હોટેલને OYO રૂમ્સ માં સ્થાન મળે છે. અહી અગત્યની બાબત એ છે કે આ માટે ઔય્યો રૂમ્સ ને ૨૦% કમિશન પેટે આપવાના રહે છે.-

OYO રૂમ્સ ની મુખ્ય સર્વિસ:

  • ફ્રી વાઇફાઇ
  • બ્રેકફાસ્ટ
  • હાઇજીન વોશરૂમ
  • એસી રૂમ
  • ગાદલાં
  • સ્ટાફ આ રીતે આ કંપની કાર્યરત છે.

ઝડપી સફળતાના મુખ્ય કારણો:

1. આઈડિયા

OYO રૂમ્સ ની સ્થાપના જ બહુ ઉપયોગી હેતુથી થઈ હતી. ભારત જેવા દેશમાં ૩- સ્ટાર કે ૫- સ્ટાર હોટલમાં રોકાવું એ મોટા ભાગના લોકો માટે શક્ય નથી. ઓટો રૂમ્સ માં ગ્રાહકને બ્રાન્ડેડ હોટેલ્સ જેવી તમામ પ્રકારની સવલતો ઓછા ભાવમાં મળી રહે છે.

૨. ઓટો મેનેજમેન્ટ

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસાય માટે તેનું યોગ્ય અમલીકરણ થવું એ ખૂબ જ મહત્વ નું છે. રિતેશ અગરવાલ અને ટીમ OYO એ પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે આ કામ ઘણુંજ સફળતાપૂર્વક પાર કર્યું છે.

૩. નવીનીકરણ

ફક્ત ૫ જ વર્ષમાં આ કંપનીએ પોતાના વ્યવસાયમાં ઘણું જ વૈવિધ્ય લાવ્યું છે. તેમાં OYO Homes, OYO Townhouse, OYO Business, OYO Flagship, OYO Silverkey. નો સમાવેશ થાય છે.

૪. રોકાણ

કેટલાક પ્રથમ કક્ષાનાં રોકાણકારો ને ઑયુઓ રૂમ્સ ને વખાણ્યું છે. તેના રોકાણકારોમાં સૌથી ટોચનું નામ SoftBank Group નું છે.

તેઓ નિયમિતપણે પયો રૂમમાં રોકાણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમનું રોકાણ ૧ બિલિયન ડોલર જેટલું થઈ ચૂક્યું છે. આના કારણે માત્ર ૫ વર્ષ પહેલાં સ્થપાયેલી કંપની પોતાનું મૂલ્ય ૫ બિલિયન ડોલર સુધી પહોંચવા માટે સક્ષમ બની છે.

૫. અદભુત માનવશક્તિ

૨૦૧૫ ના વર્ષ માં એક મોટું રોકાણ થવાની સાથે જ OYO રૂમ્સ દ્વારા ગુણવત્તા સભર કર્મચારીઓ ની ભરતી કરવામાં આવે છે. જેનાથી ગ્રાહકોને શ્રેષ્ઠ user experience મળી રહે છે.

ઉપરાંત, આટલી ઝડપથી, એક સાથે અનેક શહેરો માં કંપની ને આગળ વધારવી એ બહુજ મોટા પડકાર સમાન છે. કર્મચારીઓના યોગ્ય કામ તેમજ સહકાર વગર આ શક્ય નથી.

૬. ભારતની બહાર વિકાસ

OYO રૂમ્સ પૂરતું રોકાણ મેળવવામાં સફળ થઈ છે. વધુ તકનો લાભ મેળવવા આ કંપની ભારત ની બહાર નીકળી ને પણ આગળ વધી રહી છે.

આજે  UAE, નેપાળ, ચીન, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશમાં OYO રૂમ્સ પહોંચી ચૂકી છે.

૭. ચીન

OYO રૂમ્સ એ ચીન માં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. લોંચ થયા ના માત્ર ૪ મહિના માં ચીન માં ૫૦,૦૦૦ રૂમ્સ ઓટો રૂમ્સ માં રજિસ્ટર્ડ થયા છે. 

આ પણ વાંચો : ૫ ટિપ્સ- ઓનલાઇન શોપિંગ માટે

OYO રૂમ્સ વિશે કેટલીક રસપ્રદ વાતો:-

  • ચીનમાં મળેલી સફળતા બાદ હવે OYO રૂમ્સ યુકે અને યુરોપ માં પોતાનો વ્યવસાય વધારવા વિચારી રહ્યું છે.
  • OYO રૂમ્સ એ ૧૧૫ વર્ષ જૂની  THE INDIAN HOTELS (A Tata Company) કરતા પણ મોટી કંપની બની ચૂકી છે.
  • માર્ચ ૨૦૧૯ સુધીમાં OYO રૂમ્સ ચીન એ OYO રૂમ્સ ભારત કરતાં પણ આગળ વધી જાય તેવી શક્યતા છે.
  • રોકાણકારો એવું અનુમાન કરે છે કે ૨૦૨૩ સુધીમાં OYO રૂમ્સ વિશ્વની સૌથી મોટી hospitality company બની શકે છે. એટલે કે OYO રૂમ્સ Marriott Hottelsઅને Airbnb કરતા પણ આગળ વધી જાય તેવી શક્યતા છે.

જો તમને આ લેખ ઉપયોગી લાગતો હોય, તો મને comment વિસ્તારમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ જોડે શેર કરો.

આવા જ રસપ્રદ લેખ વાંચવા માટે સ્ક્રીન ની જમણી બાજુ બેલ બટન દબાવો જેનાતી તમને  નવી માહિતીઓ મળતી રહેશે.

આભાર

© Itsfacile | Privacy Policy