ફેક ન્યુઝ ઓળખવાના વિવિધ રસ્તાઓ

Best Ways to Identify Fake News
આપણે સૌ જાણીએ છીએ કે સોશિઅલ મીડિયાના કારણે fake news , અફવાઓ બહુજ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આના પર સંપૂર્ણ નિયંત્રણ રાખવો તો ખુબજ અઘરો છે પણ આપણે આવા ખોટા સમાચારો ને ઓળખી જરૂર શકીએ છીએ.

શા કારણે આ વધી રહ્યું છે?

દરેક વ્યક્તિ આજકાલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે અને માહિતીનું આદાન-પ્રદાન બહુજ સરળ બની ચૂક્યું છે. ઓનલાઇન પૈસા કમાવવાના પુષ્કળ રસ્તાઓ છે. આમાંનો એક માર્ગ છે pay-per-click Advertisements.

જયારે આપણે કોઈ સમાચાર વાંચવા કોઈ એક વેબસાઈટ પર ક્લીક કરીએ છીએ ત્યારે તરત જ આપણે અન્ય એક સાઈટ સાથે પણ જોડાઈ જઈએ છીએ. આવી વેબસાઈટ અનેક પ્રકારની જાહેરાતોના નેટવર્ક સાથે સંકળાયેલી હોય છે. તેઓ માત્ર જાહેરાતોના પ્રસારણ દ્વારા આવક મેળવતા હોય છે.
કોઈની પ્રશંસા કે ઉપેક્ષા કરવા માટે share કરવામાં આવતા બ્લોગ અને ફોટોઝ પણ ફેક ન્યુઝ ફેલ પાછળ અન્ય એક અગત્યનું કારણ છે.
તો આનો ઉપાય શું હોઈ શકે?

ફેક ન્યુઝ ઓળખવાના વિવિધ રસ્તાઓ:

૧) Source ને ઓળખો: 

Facebook અને Instagram નો ઉપયોગ કરતી વખતે આપણે આસાનીથી તેનો Source જોઈ શકીએ છીએ. આપણે માત્ર જાણીતી વેબસાઈટ પર દર્શાવાયેલા સમાચાર પર જ વિશ્વાસ કરવો જોઈએ.
અલબત્ત, WhatsApp માં આવું તપાસવું કઠિન છે.


૨) Domain Name ચકાસો: 

ફેક ન્યુઝ ઓળખવા મટે આ સૌથી આસાન ઉપાય છે. જો તમને કશુંક વિચિત્ર Domain Name (વેબસાઇટની લિંકનું નામ) જોવા મળે તો તેમાં ફેક ન્યુઝ હોવાની સંભાવના ઘણી જ વધારે છે.
અમુક વાર આપણને આખી link નથી મળતી. આથી મેસેજ share કરતા પહેલા link જરૂર તપાસો. ટૂંકી લિંક મોટા ભાગે ફેક હોય છે. (જેમ કે goo.gl & bitly) .
જે તે વેબસાઇટની કે તેના લેખના લેખકની જાણકારી About Us or About Author જેવા પેજ પર ક્લિક કરવાથી મળતી હોય છે.

૩) સ્વાસ્થ્ય વિશેના સમાચારો: 

આપણા સારા સ્વાસ્થ્ય મટે સ્વાસ્થ્યને લગતા સમાચારો આપણે અચૂક share કરતા હોઈએ છીએ. સ્વાસ્થ્ય વિષે લખાયેલા articles કે videos બહુજ પ્રચલિત હોય છે. મોટા ભાગના આ પ્રકારના મેસેજ ફેક હોય છે. તેનાથી આપણા સ્વાસ્થ્યને કોઈજ નોંધપાત્ર ફાયદો થતો નથી.

૪) Google પર search કરો:

જો તમને કોઈ પણ પોસ્ટ વિષે શંકા જણાય તો તાત્કાલિક Google પર તેના વિષે તપાસ કરી શકાય છે. Google તે વિષયને સંલગ્ન અનેક articles પુરા પાડે છે.

૫) નકારાત્મકતા:

 જયારે તમે કોઈ લાગણીશીલ પોસ્ટ વાંચો ચો, જેનાથી તમને ગુસ્સો આવે છે અથવા દુઃખ થાય છે; એવા સમયે તે ફેક ન્યુઝ હોવાની પુરેપુરી સંભાવના છે. લોકોની લાગણી સાથે રમવાના હેતુથી જ આવી પોસ્ટ બનાવવામાં આવી હોય છે.
પોતાની લાગણી સાથે જોડાયેલી પોસ્ટ share કરવાની લોકોને ટેવ હોય છે. આવી માહિતી ક્યારેય ના share કરવી કારણકે તેનાથી નકારાત્મકતા ફેલાય છે.

૬) ભવિષ્યનું અનુમાન: 

અનેક વેબસાઇટ્સ પર ભવિષ્યનું અનુમાન કરતા ન્યુઝ આવતા હોય છે જે મુખ્યત્વે વ્યાપાર વિશ્વ પર લખાય છે. આ પણ ફેક હોય છે. પ્રમાણિત વેબસાઈટ સિવાય કોઈ પણ સમાચાર પર વિશ્વાસ ના કરવો.

જો તમને આ લેખ ઉપયોગી લાગતો હોય, તો મને comment વિસ્તારમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ જોડે શેર કરો.

આવા જ રસપ્રદ લેખ વાંચવા માટે સ્ક્રીન ની જમણી બાજુ બેલ બટન દબાવો જેનાતી તમને  નવી માહિતીઓ મળતી રહેશે.

આભાર 🙂

© Itsfacile | Privacy Policy