ફોટોગ્રાફી- Trending Hobby દ્વારા આવક મેળવો

Photography - Itsfacile

આજકાલ યુવાઓમાં ફોટોગ્રાફીની ખાસ્સી ઘેલછા જોવા મળે છે. આજના યુગમાં social media platform ને કારણે કોઈ પણ ક્ષેત્રમાં પૈસા કમાવવાની વિપુલ તકો રહેલી છે.

ફોટોગ્રાફી બેસ્ટ છે; શા માટે?

છેલ્લા કેટલાક વર્ષોથી ફોટોગ્રાફીનો craze દિવસે-દિવસે વધી રહ્યો છે. માત્ર ફોટો-વિડીયો પર ચાલતી એપ્લિકેશન Instagram ના માર્કેટમાં આવ્યા પછી આ ક્ષેત્રમાં ખુબજ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. અલબત્ત,આના માટે અન્ય પરિબળો પણ સમાનપણે જવાબદાર છે:

– સસ્તા દરના smartphones

– મોબાઈલ-કેમેરાની ઉચ્ચ કક્ષાની quality

– વિવિધ પ્રકારના photo – editors

– ફોટોગ્રાફી માટે જુનૂન

– મોટી સંખ્યામાં DSLR નો વપરાશ

Photography - itsfacile

Business Account બનાવો:

સોશિઅલ મીડિયામાં એક આગવી છાપ ઉભી કરવા માટે Instagram page એક શ્રેષ્ઠ ઉપાય છે. ફ્રી photo shoot  કરવા માટે કોઈ ઉભરતા YouTuber કે અન્ય બ્લોગર/વ્લોગર નો સંપર્ક કરી શકાય છે. તેઓ નવા માણસો સાથે પરિચય કરાવી આપતા હોવાથી ઘણા સારા પ્રમાણ માં નવા followers અને ફોટોશૂટ માટે નવી ઓફર પણ મળવાની શક્યતા વધી જાય છે.

Blog બનાવો:

પોતાના જ અલગ પ્રકારના ફોટોઝ માટે એક અલગ Blog પણ બનાવી શકાય છે. આના માટે WordPress , Blogspot કે Wix જેવી વેબસાઇટનો ઉપયોગ થઇ શકે છે. આ બધામાં ખુબજ ઉપયોગી tools રહેલા છે જેથી કોઈ પણ ખુબજ સરળતાથી, કોઈ પ્રકારની coding skill વગર બ્લોગ બનાવી શકે છે.

આ પણ વાંચો: વેકેશનમાં કંટાળો છો? આ ૫ વેબસાઈટ પર એક લટાર મારો.

 જો તમે એક ફોટોગ્રાફીના શોખીન વ્યક્તિ હોવ તો અહીં આપ જાણી શકશો કે ફોટોગ્રાફી દ્વારા આવક પણ ઉભી કરી શકાય છે.

કેટલીક એવી પણ સાઇટ્સ છે જે ફોટોગ્રાફ્સના વેચાણ માટે ઉંચી કિંમત ચૂકવે છે. પણ એ માટે સ્વાભાવિકપણે જ પ્રશ્ન ઉદ્ભવે:

આવી સાઇટ્સ ફોટોઝ માટે શા માટે કિંમત ચૂકવે છે?

જે સાઇટ્સ આપને નાણાં ચૂકવી રહી છે તે અન્ય કંપની સાથે B2B (Business to Business ) ધરાવે છે. જો કોઈ પોતાની વેબસાઈટ ધરાવે છે, તો એ વેબસાઈટ પર source વગર downloaded image મૂકી શકાતી નથી. જો મુકવામાં આવે તો copyright ની સમસ્યા ઉભી થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. આ માટે આવી વેબસાઇટ્સ પોતે જ પૈસા ચૂકવીને ફોટોઝ ખરીદે છે અને એમ કરવા માટે મધ્યસ્થી જેવું કામ કરતી સાઇટ્સ ને ફોટોઝ વેચીને આવક ઉભી કરી શકાય છે.

૫ વેબસાઇટ્સ જેના પર ફોટોઝ વેચીને આવક મેળવી શકાય છે.

  1. Alamy
  2. Shutterstock
  3. iStockPhoto
  4. Photoshelter
  5. Fotolia

 

…… કારણકે દરેક ચિત્રની પોતાની એક કહાની છે……

જો તમને આ લેખ ઉપયોગી લાગતો હોય, તો મને comment વિસ્તારમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ જોડે શેર કરો.

આવા જ રસપ્રદ લેખ વાંચવા માટે સ્ક્રીન ની જમણી બાજુ બેલ બટન દબાવો જેનાતી તમને  નવી માહિતીઓ મળતી રહેશે.

આભાર 🙂

© Itsfacile | Privacy Policy