ઇન્ટરનેટ પર અનેકવિધ વેબસાઇટ્સ પર લોકોના અનેક એકાઉન્ટ્સ હોય છે અને ઘણી વખત આટલાં બધા એકાઉન્ટ્સ ના પાસવર્ડ્સ યાદ રાખવું ઘણું જ મુશ્કેલ બની જાય છે.
સાઇટ્સ દ્વારા અપાતો ઓપશન “Forgot your password” ઉપયોગ પણ બહુ વધુ માત્રામાં નથી થતો.
આના ઉપાયના ભાગરૂપે એવી કેટલીક એપ્લિકેશન છે જેમાં ખુબજ ખાનગી ધોરણે પાસવર્ડ્સ સાચવી શકાય છે. આવી એપ્સ ૧૦૦% વિશ્વાસપાત્ર હોય છે કેમ કે તે ઈન્ટરનેટનાઉપયોગ વગર ચાલે છે.
એક વાર ઉપયોગ કરો આવી એપ્સનો અને ક્યારેય ના ભૂલો આપના પાસવર્ડ્સ.
આ પણ વાંચો: વેકેશનમાં કંટાળો છો? આ ૫ વેબસાઈટ પર એક લટાર મારો.
Password Safe & Manager :
- Download For Android
- Not available for iOS
વપરાશની રીત:
– એક માસ્ટર પાસવર્ડ દ્વારા આ એપ ઓપરેટ થાય છે.
– વિવિધ કેટેગરીના આધારે પાસવર્ડ્સ સાચવી શકાય છે.
– વેબસાઈટનું નામ અને પાસ્વર્ડ ઉમેરો અને સેવ કરો.
– સરળતાથી encrypted database નો બેક-અપ લઇ શકાય છે અને રીસ્ટોર કરી શકાય છે.
આ પણ વાંચો: ફોટોગ્રાફી- Trending Hobby દ્વારા આવક મેળવો
અહીં આ એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવી છે કારણકે તે વપરાશમાં ખુબ સરળ છે તથા ફોનમાં મેમરી પણ ઓછી રોકે છે. આવી જ કેટલીક અન્ય એપ્લિકેશન નોઉપયોગ કરીને પણ પાસવર્ડ્સ secure રાખી શકાય છે.