ભારતમાં E-commerce નો વેપાર ઘણો જ મોટા-પાયે વિકસેલો છે. લોકોમાં online ખરીદીની માત્રા દિન-પ્રતિદિન વધતી જતી જોવા મળે છે.
તેમ છતાં આજે પણ કોઈ પણ E-commerce વેબસાઈટ સાથે સંકળાયેલા ના હોય એવા બહુ મોટા પ્રમાણમાં લોકો અસ્તિત્વ ધરાવે છે. શક્ય છે કે Amazon.in, Flipkart કે Snapdeal જેવી નામાંકિત સાઇટ્સ પરથી ખરીદી કરવામાં તેઓને કોઈ અડચણ આવી રહી હોય.
અહીં એવી કેટલીક ટિપ્સ દર્શાવાઈ છે જેના દ્વારા ઓનલાઇન શોપિંગ માં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય છે.
૫ ટિપ્સ- ઓનલાઇન શોપિંગ માટે:
1. No COD :
કેશ ઓન ડિલિવરી દ્વારા પૈસા ચૂકવવા એ અલબત્ત કશું નુકસાનકારક નથી. ચુકવણી માટે આ ઓપશન એવા સમયે પસંદ કરવો હિતાવહ છે જયારે કોઈ પ્રકારના સેલ (જેમ કે Big Billion Days or The Great Indian Sale) ના ચાલી રહ્યા હોય.
The Big Billion Days or The Great Indian Sale માં ઘણી બધી જુદી-જુદી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ હોય છે. પણ એ બધી પ્રોડક્ટ્સ ખુબ જ માર્યાદિત માત્રામાં હોય છે. એમાંની કેટલીક તો ફક્ત ૧૦-૧૫ મિનિટમાં જ વેચાય જાય છે.
આ પણ વાંચો: ફોટોગ્રાફી- Trending Hobby દ્વારા આવક મેળવો
જો આપણે ઓનલાઇન રકમ ચૂકવી હોય તો જે તે સાઈટવાળાએ આપણને પસંદગીની પ્રોડક્ટ પહોંચાડવી જ પડે છે અને જો તે ઉપલબ્ધ ના હોય તો રિફંડ આપવું અનિવાર્ય બની જાય છે. ગ્રાહકને તેની વસ્તુ પહોંચાડવી તે સાઈટની જવાબદારી બને છે.
અહીં જો ઓર્ડર આપતી વખતે COD નો ઓપશન પસંદ કરાયો હોય તો તેની ડિલિવરી થતા વાર લાગે છે કેમકે હજુ પૈસાની ચુકવણી નથી થઇ. ક્યારેક ઓર્ડર કેન્સલ થવાની શક્યતા પણ રહે છે.
2. Addons/ Apps નો ઉપયોગ કરો:
અહીં Buyhatke નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ગ્રાફિકલ ફોર્મ દ્વારા કોઈ પણ પ્રોડક્ટની વિવિધ કિંમતો આપેલી હોય છે. એક જ પ્રોડક્ટની વિવિધ સાઈટ પરની કિંમતની તુલના કરવી શક્ય છે.
જો આપ લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા ઓર્ડર આપી રહ્યા હોવ તો Google Chrome પર Buyhatke addon સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
3. ઓફરનો લાભ:
ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પર અનેક ઓફર્સ આવતી રહે છે. જેમાં રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે કપડાં,મેક-અપ સામગ્રી, પરફ્યુમ, પગરખાં વગેરે જેવી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળે છે. આથી ઘણી ઓછી કિંમતે ખરીદી થઇ શકે છે.
આ પણ વાંચો: વિવિધ પાસવર્ડ્સ આસાની થી યાદ રાખો
4. Retailer Review જોવો:
આપણે સૌ દરેક પ્રોડક્ટના રેટિંગ ચેક કરતા હોઈએ છીએ પરંતુ આપણે Ratings of the retailer ના રીવ્યુ પણ જોવા જોઈએ. જે રિટેઈલર્સ Amazon, Flipkart or Snapdeal પર વેચાણ કરે છે તેમને પણ રેટિંગ આપવા માં આવે છે.
વસ્તુનાં ભાવમાં પણ એના લીધે વિવિધતા જોવા મળે છે. જો રેટિંગ સારું ના હોય તો તેમના દ્વારા વેચાતી વસ્તુઓની ખરીદી કરવાનું ટાળો.
5. Unboxing વખતે રેકોર્ડ કરો:
આ એક ખુબ જ અગત્યનું પાસું છે. “Ordered an iPhone and received a soap!” આવું આપણને ઘણી વખત સાંભળવા મળે છે. જો વસ્તુનાં પેકીંગ માં કઈ ખામી હોય તો કંપની તેની કોઈ પણ જવાબદારી લેતી નથી.
માટે, વસ્તુનું પેકીંગ ખોલતી વખતે તેને રેકોર્ડ કરવું હિતાવહ છે. જેથી વસ્તુમાં કઈ પણ ક્ષતિ જણાય તો વિડીયો રેકોર્ડિંગ ની સાબિતી સાથે રિફંડ અથવા રિપ્લેસમેન્ટ માંગી શકાય છે.
If you don’t need, you don’t buy.