વેકેશનમાં કંટાળો છો? આ ૫ વેબસાઈટ પર એક લટાર મારો.

Five Sites To Surf When Bored - Itsfacile

આપણે રજાના દિવસોમાં મોજ-મજા કર્યા પછી એક તબક્કે કંટાળી જઈએ છીએ. ટાઈમપાસ કરવા માટે આપણે બધા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ જેવા સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ પણ એમાં પણ કશું નવું, રસપ્રદ જોવા ના મળે ત્યારે સાવ જ નવરાશ આવી પડે છે.

ઇન્ટરનેટ પર એવી કેટલીક વેબસાઈટ છે જે ટાઈમપાસ માટે અને કશુંક નવું જાણવા માટે મદદરૂપ થઇ શકે છે.
અચૂક નજર કરવા જેવી વેબસાઇટ્સ:

1. Product Hunt

Product hunt - Itsfacile

આ એક એવી સાઈટ છે જે યુઝર્સને અવનવી વસ્તુઓ શોધવાની અને એને અન્ય સાથે share કરવાની તક પુરી પાડે છે. માર્કેટમાં આવેલી latest products ની માહિતી આપે છે.

આમાં મુખ્યત્વે ટેક્નોલોજી, ગેમ્સ, પુસ્તકો, માર્કેટિંગ, AI, ફોટોગ્રાફી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. અહીં એકાઉન્ટ બનાવી શકાય છે અને જો કોઈ ચોક્કસ માહિતી જોઈએ તો તે માટે newsletter subscribe પણ કરી શકાય છે.

2) BigThink:

BigThink - Itsfacile

આ વેબસાઈટમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓના interviews, multimedia presentations, અને ચર્ચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અનેકવિધ વિષયો જેવા કે વિજ્ઞાન, અંગત વિકાસ, માનવીય સબંધો, મન, ટેક્નોલોજીમાં નવસર્જન, ધર્મ, રાજકારણ, સંસ્કૃતિ. Newsletter subscribe કરીને ઇમેઇલ દ્વારા updated રહી શકાય છે.

3) Google Trends

Google Trend - Itsfacile

Google Search પર આધાર રાખતી આ એક Google ની ખુબજ ઉપયોગી સર્વિસ છે. કોઈ પણ દેશના ચર્ચિત ટોપિક પર ની અહીં માહિતી મળે છે.

જે તે દેશના Trending Search ની માહિતી પણ ઉપલબ્ધ છે. ઉપરાંત Google ની જ અન્ય સાઈટ YouTube પણ આની સાથે connected છે. આ સાઈટમાં વેપાર, મનોરંજન, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી, રમત-ગમત જેવી categories પણ છે.

4) TED:

TED - Itsfacile

TED (Technology, Entertainment, Design) એ ફ્રી ઓનલાઇન Talks ધરાવતી એક સાઈટ છે જે દિન પ્રતિદિન ઘણી જ ખ્યાતિ પામી રહી છે. અહીં કોઈ વક્તાને કોઈ ચોક્કસ વિષય પર અમુક ચોક્કસ મિનિટ્સમાં બોલવાનું રહે છે.

YouTube પર આની ચેનલ subscribe કરી શકાય છે અને આની application પર ઉપલબ્ધ છે.

5) Quora:

Quora - Itsfacile

Quora પ્રશ્નોત્તરીની એક સાઈટ છે જેમાં યુઝર્સ દ્વારા વિશ્વના તમામ મુદ્દાઓ પર વિશ્વભરમાંથી સવાલો પુછાય છે, જવાબો અપાય છે, ચર્ચાઓ થાય છે.

Quora પર એકાઉન્ટ બનાવવું એ બહુજ ઉપયોગી છે કોઈ પણ ક્ષેત્રના વિવિધ experts સાથે રૂબરૂ થવા માટે. રસનાં વિષયોને follow કરી શકાય છે જેથી એ વિષય પર થતી ચર્ચાઓથી યુઝર માહિતગાર રહે છે. કોઈ પણ વ્યક્તિ અહીં ગમે તે સવાલ પૂછી શકે છે અને જવાબો આપી શકે છે. Google કરતા પણ Quora માં પ્રશ્નો પૂછવા વધુ યોગ્ય ગણી શકાય.


જો તમને આ લેખ ઉપયોગી લાગતો હોય, તો મને comment વિસ્તારમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ જોડે શેર કરો.
આવા જ રસપ્રદ લેખ વાંચવા માટે સ્ક્રીન ની જમણી બાજુ બેલ બટન દબાવો જેનાતી તમને  નવી માહિતીઓ મળતી રહેશે.
આભાર
© Itsfacile | Privacy Policy